STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

પ્રકટો સુખકર મંગળ નામ

પ્રકટો સુખકર મંગળ નામ

1 min
415


શ્રવણ મહીં જ નહીં અંતરમાં પ્રકટો તમારું નામ,

વદન મહીં જ નહીં અંતરમાં પ્રકટો એ અભિરામ... પ્રકટો.


રોમરોમમાં, માંસરક્તમાં, હાડહાડમાં નામ,

મારું સર્વ વહાવી દો એ તન્મયતામાં નામ... પ્રકટો.


કાયા તેમ જ અંતર મારું મંદિર બનો તમામ,

'પાગલ'ના પ્રભુ પ્રેમ નશામાં સિદ્ધ કરી દો કામ... પ્રકટો.


- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics