પ્રજ્ઞાચક્ષુ - જગ અંતરચક્ષુમા
પ્રજ્ઞાચક્ષુ - જગ અંતરચક્ષુમા
જ્યાં અંધ જન્મથી, રંગો દ્રષ્ટિમાં ક્યાંથી પૂરાય ?
સ્પર્શ અદ્ભૂત ભેટ મળી હાથમાં પૂરાય,
પાંપણે તેજ એ સપનું જલકમળવત,
આંગળી ટેરવે તેજ, જીવનમાં પૂરાય,
લાકડી સદાની સાથી, થાય દર્શન વિશ્વના,
અંધ આંખે, જગ અંતરચક્ષુમાં પૂરાય,
મળી કોઈ દિન દિલદાર પ્રિયા તો ભાગ્યથી,
પ્રીત જોટો નાં મળે જગે, ઉરમાં પૂરાય,
વારી ગઈ દિલ પર, દૈ દીધાં ચક્ષુના દાન,
પ્રજ્ઞાચક્ષુ હતો, જગ થૈ પ્રિયામાં પૂરાય,
ટેકણ સાથી થૈ, પ્રિયાને જગે આખું ફેરવે,
પ્રિયા સ્વથી, એ પ્રિયતમ આંખમાં પૂરાય,
અવસર હર્ષનો શાશ્વત ટીંગાય હૈયાએ,
ઉજાસ હવે તો આ જગ આખામાં પૂરાય,
અનોખો ખટલો, જગે બેસાડે નોખો દાખલો,
દાન શ્રેષ્ઠ કર્મે ઈશ શરણમાં પૂરાય.
