પ્રિયજનને અર્પણ
પ્રિયજનને અર્પણ
હું વિરહ ને તું મીલન,
સીમીત હું, તું અનંત મન.
આ પ્રેમ છે મજાનો,
હું છેલ્લો શ્વાસ, તું જીવન.
હું છું આગ, તું છે બાગ,
કંટક છું હું ને તું ગુલાબ.
ચાહું છું ફક્ત તુજને,
હું પ્રશ્નાર્થ, તું જવાબ.
હું છું થાક, તું આરામ,
સહુ સર્વોત્તમ ને સમાન.
મારી બેસ્ટ ઇન્સ્પીરેશન,
બીજા છે અલ્પ, તું પૂર્ણવિરામ.

