STORYMIRROR

Nilesh Vora

Inspirational

3  

Nilesh Vora

Inspirational

જોઈએ

જોઈએ

1 min
27.7K


જીવનમાં રોજ મળે છે ઘણાં

કોઈ ખાસ જોઈએ `મળવા” માટે


માત્ર નફરત હોય એ ચાલે નહી દોસ્ત

થોડો પ્રેમ પણ જોઈએ, ઝઘડવા માટે


જો મળતું હોય દોસ્તી ને પ્રેમનું પાણી

તો મને કૂવો પણ મંજૂર છે પડવા માટે


વખત આવ્યે મળવો જોઈએ દિલને દિલાસો

સુંદર સ્મૃતિઓ હોતી નથી કઈ સડવા માટે


સંઘરીને સાચવવાની પણ લીમીટ હોય `નિલ’

પછી એક ખભો જોઈએ, છૂટથી રડવા માટે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational