STORYMIRROR

Nilesh Vora

Inspirational

4  

Nilesh Vora

Inspirational

મનની હાલત

મનની હાલત

1 min
27.9K


ન થવું બહુ આનંદીત, ન ઉદાસી બહુ પાળવી

દુનીયાનું જે થાય તે, કેટલી ચીંતા વેંઢારવી ?


કંઇ કેટલાયે કર્યા મનસુબા, કંઇ ફળતું નથી હોતું,

કેટલાની કરવી પૂજા, ને આરતીઓ ઉતારવી..


ચાર ખૂણા ભેગા કરવા, ચૌદ ઠેકાણે ફાટવું

રોજ રોજ મનની, કેટલી મુરાદો મારવી...


સીધું જે કરવા ઇચ્છીએ, એ બોઘું જ થઈ ને બેસે,

હવે ક્યાં સુધી 'નિલ', કાગળની નાવ તારવી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational