પરિવર્તન
પરિવર્તન


આજે ભરી છે જે પ્યાલી, થશે કાલે તે ખાલી
ભરાશે ફરીને, થામ તું એને હામ થી,
જશે જૂનું તો જ આવશે નવું,એમ જ તો આ સૃષ્ટિ ચાલી.
જન્મ્યો હતો જેમ, એમ જ જવાનો છે ખાલી,
જિંદગીની મોજ લે તું બસ જોમથી
જો પછી જિંદગી તારી, તને પણ ખૂબ લાગશે વ્હાલી.
છોડી રહ્યો છે જેને નિપુર્ણ, માની ને રાત એક કાલી,
બસ હાર ને સ્વીકાર નહિ, નીકળશે ત્યાંથી જ એક રાહ તારી,
બનાવ પડકારો ને પગથિયાં તું, નીકળ હિંમતથી બસ ચાલી.