પરિવારની મહત્તા
પરિવારની મહત્તા
બહારથી આવતાજ હાશનો ઓડકાર થાતો પરિવારમાં,
સઘળા ગમનો ભાર હળવો કરાતો પરિવારમાં.
જ્યાં દયા, લાગણી અને હૂંફનો કુબેર હોય,
સાસુ, વહુ અને નણંદમાં મિત્રતા છલકાતી હોય.
બાળકોના કિલકિલાટ સાથે, આનંદના ગુંજાર સાથે,
સ્વર્ગનું સુખ ફિક્કું લાગે પરિવારમાં.
જ્યાં એક દુઃખી તો સૌ દુઃખી હોય,
દુઃખ પણ ભાગી જાય બૂમો પાડી.
એવા સહિયારા સહવાસ સાથે, પ્રેમના આલિંગન સાથે,
ઈશ્વર પણ રહેવા ઝંખે પરિવારમાં
પરિવાર સંગે જીવનમાં આનંદ છવાતો,
જ્યારે એકલતામાં દમ ઘૂંટાતો.
<
br>
લક્ષ સુધી પહોંચાડવા માટે,
હૂંફ સદા હિંમતની મળતી એ વાટે.
આ મીઠી હૂંફ પ્રેરણા સાથે,
ને વ્હાલ સાથે મળતાં મીઠા ઠપકા સાથે,
મરચું રોટલો પણ મીઠો લાગે પરિવારમાં.
પરિવાર એટલે વ્યક્તિનું,
આહ... થી વાહ... સુધીનું ઘરેણું,
વ્યક્તિની ભીષણ અવસ્થામાં
મળતી હૂંફ રૂપી છત્રછાયા.
વ્યક્તિના આપ, માન અને શાનનું તાવીજ પછી
ભલેને એ આખું વિશ્વ, કુટુંબ, મિત્ર કે ગ્રુપ પરિવાર હોય
પણ પરિવાર એટલે સુખ દુઃખનો સહિયારો સહવાસ,
બસ, આજ તો છે પરિવારની મહત્તા.