STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

પરિવારની આન, બાન, શાન છે

પરિવારની આન, બાન, શાન છે

1 min
565

નથણી એ તો આભૂષણ સ્ત્રીનું,

પણ સ્ત્રી ખુદ ભૂષણ જગતનું,

દુઃખના ડુંગર ને પણ મીણ જેમ ઓગાળી

સુખની પેલે પાર લઈ જાય,


પરિવારની ગમગીની ને ઓલવી નાખે,

ભરે પ્રકાશ આશાનો,

સુંદર હીરા જડિત નથણી જેવો સ્વભાવ એનો,

કોઈના પ્રત્યે ના રાખે અભાવ એ તો,

પૂરક છે, રૂપક છે સંબંધોનું,


શીલવાન દયાવાન છે,

ઈશ્વરનું અમૂલ્ય વરદાન છે,

એના થકી સુંદર સંસારનો બાગ છે,

સ્મિત એનું પરિધાન છે,

એના થકી રોશન પૂરું ખાનદાન છે,

એ જ તો પરિવારની આન, બાન અને શાન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational