STORYMIRROR

bina joshi

Inspirational

3  

bina joshi

Inspirational

પરિવાર

પરિવાર

1 min
136

આંધળી દોડમાં દોડી રહ્યા છે સૌ લોકો,

પૈસા પાછળ રોજ પરિવાર ભૂલાય છે,


રોજ દેખાદેખીનો જમાનો વધી રહ્યો છે,‌

મોડર્ન બનવાની દોડમાં પરિવાર ભૂલાય છે,


માતા સંઘર્ષ કરીને બાળકનો ઉછેર કરે છે,

આઝાદ બનતા રોજ પરિવાર ભૂલાય છે,


શહેરમાં રહેવાની જિદ દરરોજ વધતી જાય,

વતનના ગામડે રહેલો પરિવાર ભૂલાય છે,‌


નાન મોટાઈ - માન મર્યાદા ઘટતી જાય છે,

આજે દરરોજ શહેરમાં પરિવાર ભૂલાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational