પ્રિતનાં ઓવારે
પ્રિતનાં ઓવારે
પ્રેમ એટલે હું અને તું,
લાગણીઓનું પડઘમ,
એક મીઠું ઝરણું વહ્યું,
તારાં એ શ્વાસમાં વસે,
પ્રેમનું ઘોડાપૂર વરસ્યું,
મારો છે હૂલામણો પ્યાર !!
વાયુના વંટોળે વહેતું,
સદાય ઉભરાતું ઉપવન,
એક જીવનનું નામ બન્યું,
તારાં એ પ્રિતનાં ઓવારે,
ઝરણું રેલમછેલ થયું,
મારો છે હૂલામણો પ્યાર !!
સાથ રહું સમીપે હું,
મને ગમતું તારું વળગણ,
તારૂં નામ દિલમાં વસ્યું,
તારાં એ ઉભરતાં શ્વાસે,
મન મારૂં રોમાંચિત થયું,
મારો છે હૂલામણો પ્યાર !!