Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

ગઝલ ઝણઝણે

ગઝલ ઝણઝણે

1 min
13.3K


જો આજે મારો અને તમારો

આ ચશ્મે - દિદ જામ ટકરાય જાય

તો ખનન...ખનન… ખનન... કરતી

મૌન મહેફિલ માં ગઝલ ઝણઝણે !


પરાકાષ્ઠા દર્દની દિલગીર દિલના

દામન પર એવી તો છવાય

કે ખૂન જીગરનું પાણી - પાણી થઇ જાયને

અશ્રુ થઇ ગઝલ દળદળે !


કોના વિરહમાં 'રાત 'આખી - ખુદ

'રાત' રોયા કરી, કોઈને ખબર નથી

ને સુર્યોદયે તૃણ - પર્ણ ટોચે બિંદુ બિંદુએ

ઝાકળ બનીને ગઝલ ચમકે !


પલ-પલ "પરમ"માં રત થઇ

"પાગલ" પેઠે જો સદૈવ જીવનરસ છલકે

તો મુજ અંતરે મુગ્ધાએ બાંધેલા ઝાંઝર

સમ છમ-છમ ગઝલ રણકે !


Rate this content
Log in