લીલું શમણું ફૂટ્યું
લીલું શમણું ફૂટ્યું
1 min
25.4K
આપણાં સંબંધોનું નાનું ઝરણું ફૂટ્યું,
નમણી આંખોમાં લીલું શમણું ફૂટ્યું.
સૂના હૈયાના બાગમાં આજે જુઓને,
કેવું રૂપાળું રુપાળું તાજું તરણું ફૂટ્યું.
ઊડવાને આતુર, આશાના આભમાં,
પારેવું એક સરસ નાજૂક નમણું ફૂટ્યું.
એકલતાનાં આ અડાબીડ જંગલોમાં,
નાચતું કૂદતું મસ્તીખોર એક હરણું ફૂટ્યું.
હંમેશને માટે બંધ રહેતા મુજ હૈયામાં,
હસીને આવકારતું રૂડું બારણું ફૂટ્યું.
સેવી હતી 'જશ' આશ, એવું સુંદર,
સ્નેહના રંગોથી શોભતું આંગણું ફૂટ્યું.

