Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MILAN LAD

Others Romance

4  

MILAN LAD

Others Romance

ફરી આવે તો કેવું !

ફરી આવે તો કેવું !

1 min
13.1K


પાનખર સમુ વિખરાઈ પડ્યું છે જીવન,

તું વસંત થઈને ફરી આવે તો કેવું !


યાદ નથી, સ્મિતને છેલ્લે ક્યારે ભાળ્યું હશે હોઠોએ,

તું મીઠું હાસ્ય બની ફરી આવે તો કેવું !


નથી ગમતું આમ મુરઝાયલું રેહવું નિશદિન હવે,

તું ઉત્સાહનું મેઘધનુષ બની ફરી આવે તો કેવું !


તારા ગયા પછી, અસમર્થ છું કે સ્વયં ને સાચવી શકું હું,

આ એકલતામાં તું સહારો બની ફરી આવે તો કેવું !


ક્યાં સાંભળે છે ! નેવે મૂકી દયા પત્થર બની બેઠો છે ઈશ,

તુજ કોક બહાને એને છેતરી ફરી આવે તો કેવું !


Rate this content
Log in