પ્રિતના રંગે હોળી
પ્રિતના રંગે હોળી
તું રંગ લઇ આવ પ્રિતનો
હું પ્રેમની પિચકારી ઉડાઉં,
એકમેકને રંગીએ સ્નેહ રંગે.
ગાઢ છપાઈ જા તન-મનડે
હું ઘેરો ગહને છવાઉં,
અસ્તિત્વને ઝબોળીએ ઉમંગે.
છલોછલ છલક મુજમાં
હું અંતરમાં આળોટું,
સ્પર્શ માણીએ અંગે-અનંગે.
પ્રગટાવીએ પ્રેમની હોળી
ભરી મેઘધનુષે ઝોળી,
રમીએ જીવનભર સંગાથી સંગે.