STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

પરિસ્થિતિ

પરિસ્થિતિ

1 min
6

થાકી ગયો છું આ જીંદગીમાં,

ખૂબ સામનો કરી ચૂક્યો છું,

સમય સાથે પરિસ્થિતિ બદલતાં,

સપનાનો મહેલ તુટતો હું જોઈ રહ્યો છું,


પ્રેમ મેળવવા માટે જીંદગીમાં,

ખૂબ કિરદાર નિભાવી ચૂક્યો છું,

પ્રેમને રમકડું સમજી ચાલી જતાં,

બેવફાઈનો ભોગ હું બની ગયો છું.


આરામથી જીવતો હતો જીંદગીમાં,

દુઃખીજનોનો સથવારો બની ચૂક્યો છું,

છતાં પણ છળકપટમાં ફસાઈ જતાં,

આજે હું બદનામ થઈ ગયો છું.


બદલાતા સમય સાથે જીંદગીમાં, 

ઘણા ખેલ ખેલાતાં જોઈ ચૂક્યો છું,

સુખની ક્ષણોમાં મહેફીલો હતી "મુરલી",

આજે હું એકલો બની ગયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy