STORYMIRROR

સંદીપ ચૌધરી- અાંજણા

Drama

2  

સંદીપ ચૌધરી- અાંજણા

Drama

પરિશ્રમ

પરિશ્રમ

1 min
287


સંઘર્ષ એ તો ધબકતું જીવન છે,

વિના સંઘર્ષ તો જીવન પણ મૃત જેવું છે.


ઈશ્વરનાં ઉપકારથી પંખીને ખાલી પાંખો આવે,

ઉડે ત્યારે જ જ્યારે પરિશ્રમની પાંખ જાતે ફફડાવે,


નાળ કપાય ત્યારે બાળકને પણ શ્વાસ લેતાં શીખવો પડે,

તો જ જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ ટળી પડે..


અંકુર પણ હામ ભરી ધરતીને ચીરે,

સંઘર્ષ કરે એને પથ્થર પણ ના નડે...


પરિશ્રમના પરિસ્થિતિ પ્રમાણેના ઘર્ષણ,

અંતે શ્રેષ્ઠ સાબિત થાય છે આવા સંઘર્ષ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama