STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

3  

Dilip Ghaswala

Inspirational

પરીક્ષા

પરીક્ષા

1 min
441

ભલે નાખો પરીક્ષાની આગમાં.....

કેમેરાનો ડર ના બતાવશો અમને

ટેબ્લેટ બીક ના બતાવશો અમને.


સૈનિક કદી ડરે નહી ગમે એવા દુશ્મનોથી,

ખુમારી લલકારો નહિ,ના ડરાવો અમને.


સામી છાતી એ જીતીશું જંગ પરીક્ષા કેરો,

ડરશો નહિ તમે,અને ડરાવો ના અમને.


જીતના દાવ શીખ્યા છે આપની પાસેથી,

સત્યના પંથેથી ચલિત ના કરો અમને.


ભલે નાખો પરીક્ષાની બળબળતી આગમાં,

આગ ને બાગમાં ફેરવતા આવડે છે અમને,


આવવા દો આ પરીક્ષાને પણ જરા લાગમાં.

શિખરો સફ્ળતાના સર કરતા આવડે છે અમને.


શુભેચ્છાઓ આપો આપની સફળ થવા અમને,

વિજયરથ પર સવાર થતા આવડે છે અમને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational