પરીક્ષા
પરીક્ષા
ખાલીખોટી હવે, કસોટી કેમ કરે છે.
વાત નાની છે, એને મોટી કેમ કરે છે.
હવે ચકાસવાનું મુકી દે મને,
આંખો ને હવે, લખોટી કેમ કરે છે.
હું માત્ર તારો જ છું, ગાંડી
વાત ખરી છે, એને ખોટી કેમ કરે છે.
લાગણીઓને શું કામ દાબે, તું
ખુલ્લી પડીકીની, હવે ગોટી કેમ કરે છે.
રહેવા દે આ જીંદગીને ચાબૂક જેવી,
વળાય એમ વળશે, એને સોંટી કેમ કરે છે.
