પરીક્ષા.
પરીક્ષા.
1 min
6.8K
જાણમાં કે જાણબહાર થાય છે પરીક્ષા.
ડગલેને પગલે જીવનમાં થાય છે પરીક્ષા.
વયભેદ નથી નડતો એને કસોટી કરવામાં,
સાચાં કે ખોટાં સૌની દેખાય છે પરીક્ષા.
શંકા એ માનવનો જન્મજાત સ્વભાવ છે,
સામાધાન મેળવવાને લેવાય છે પરીક્ષા.
ક્યારેક સંજોગો તો ક્યારેક વ્યક્તિ હોય,
પાર ઉતરનારને પછી સમજાય છે પરીક્ષા.
વિશ્વાસના અભાવે આ રીત જન્મી હશે,
કામિયાબના મુખ થકી વખણાય છે પરીક્ષા.
નિષ્ફળ જનારને નિરાશા સાંપડતી કદી,
છે સારી રીત ખોટીથી વગોવાય છે પરીક્ષા.
ચૈતન્ય જોષી પોરબંદર.