STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

પ્રેમથી પીંખે છે મને

પ્રેમથી પીંખે છે મને

1 min
25.5K


એક માણસ રોજ ચીરે છે મને,

પ્રેમ આપી એ જ સીવે છે મને.


જિંદગી આખી જલાવી નાખતો,

શ્વાસ લઇને રોજ જીવે છે મને.


દર્દ આપી રોજ પીડાવે મને,

ને મલમ થઇ એજ લીંપે છે મને.


ચૂર કરતો સપનાં મારા રોજ એ,

તોય સપને એ જ દિસે છે મને.


જિંદગી આખી ભટકાવી નાખતો,

પ્રેમથી એ રાહ ચીંધે છે મને.


જિંદગી આખી સજાવે છે પછી,

પ્રેમથી એ રોજ પીંખે છે મને.


એ ભલેને ઝેર કરતો હો મને,

તોએ અમૃત જેમ પીવે છે મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational