પ્રેમપત્ર
પ્રેમપત્ર
સ્નેહના રંગોમાં બોળી પ્રેમની,
તને પત્ર લખ્યો,
હૃદય ઉલેચી, હૈયાની વાતોનું શબ્દોમાં કર્યું મે ચિત્રાંકન,
હૃદયની ભીની ભીની લાગણીઓને આપ્યો શબ્દદેહ મે તો,
તારા નામે લખ્યો એક પ્રેમપત્ર મે તો,
પ્રેમ છે હૈયાની અનુભૂતિ,
અનુભૂતિ વર્ણવવાનું લાગ્યું થોડું મુશ્કેલ,
પણ ભીતરની લાગણીને અલ્ફાઝમાં રૂપાંતરિત કરવાની કોશિશ કરી મે તો,
તારા નામે લખ્યો એક પ્રેમપત્ર મે તો,
તારી યાદ ભીંજવે મારી આંખોને,
તારા દીદારની આશ આંખોને,
સપનાને પણ પાંખો આપી મે તો,
મારી લાગણીને વાચા આપી મે તો,
તને લખ્યો એક પ્રેમપત્ર મે તો,
હું શાયર કે કવિ નથી,
પણ તારા પ્રેમમાં હું પાગલ બની હું તો,
મારી લાગણીને વાણી મળી,
તારા નામે લખ્યો એક પ્રેમપત્ર મે તો,
પત્રમાં દિલની વાતો લખું છું,
લાગણીની રજૂઆતો લખું છું,
આ દિલ, આ દેહ, છે તારી અમાનત,
તો કુદરતની કોઈ કરામત,
ઈશ્વરે મૂકી તારામાં અદભૂત નજાકત,
તારી યાદોની જેલમાંથી નથી મળતી જમાનત,
આ જીવન બન્યું તારી અમાનત.

