પ્રેમનું મધુવન
પ્રેમનું મધુવન
તારા વિચારોમાં મગ્ન બન્યો છું,
મધુર નિંદ્રાને હું માણું છું,
અચાનક પાયલ નાદ સાંભળીને,
ભર નિંદ્રામાં હું ઝબકું છું...
આંખ ખોલીને નજર નાખું છું તો,
સૂરત તારી હું નિહાળું છું,
તારી પ્રેમાળ દ્રષ્ટિ મુજ પર પડતાં,
રોમ રોમ હર્ષ હું અનુભવુ છું...
તારા શ્વાસોની સરગમ સાંભળતાં,
દિલથી તાલ હું મેળવું છું,
તારો કોમળ હાથનો સ્પર્શ થતાં,
તનમાં વિજળી હું અનુભવું છું,
સપનામાં રોજ સતાવે છે મુજને
આજે પ્રત્યક્ષ હું નિહાળું છું,
તારા પ્રેમની સરિતામાં વહીને,
મદહોશ બની હું ડૂબ્યો છું,
ન રહેતી હવે તું દૂર મારાથી,
દિલમાં તુજને હું સમાવું છું,
"મુરલી"ના મધુવનની મલ્લિકા તું,
પ્રેમનું મધુવન હું સજાવું છું.

