પ્રેમનું બંધારણ
પ્રેમનું બંધારણ
તારી આજની મુલાકાત મને મિસરા લાગે છે,
તારા પ્રેમમાં પડવાના મને ભણકારા લાગે છે.
તારી પાયલનો મધુર નાદ મને રદીફ લાગે છે,
તારા પ્રેમ ભરેલા ટહૂંકારા મને કાફિયા લાગે છે.
તારી પ્રેમભરી નજર મને મત્લા જેવી લાગે છે,
તારો નયનોનાં પલકારાઓ મને મક્તા લાગે છે.
તારી છેલછબીલી અદાઓ મને બહર લાગે છે.
તારા પ્રેમની ગઝલનું અનોખું બંધારણ લાગે છે.
તારી મુલાકાત મને રંગતભરી મહેફિલ લાગે છે,
તારા દિલમાં વસવું 'મુરલી'ને અનમોલ લાગે છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જુનાગઢ)

