પ્રેમનો પ્રવાહ
પ્રેમનો પ્રવાહ
ન જુઓ તમારો ચહેરો, તમે આયનામાં,
જુઓ તમારો ચહેરો, તમે મારા દિલમાં,
છબી તમારી વસે છે, સદાય મારા દિલમાં,
ન કોતરો નામ મારું, તમે જમીનની રેતીમાં,
કોતરો નામ મારું, તમારી કોમળ હથેળીમાં,
નામ મારું ધબકે છે, તમારા હૃદય કમલમાં,
ન તરસો તમે તરસથી, પડ્યા વિના પ્રેમમાં,
તરસ મિટાવો તમારી, મારી પ્રેમની ધારામાં,
હું છું પ્રેમનો સાગર, સદાય વહો મારા પ્રેમમાં,
જોવું છું વાટ તમારી, પૂનમની મધુર રાતમાં,
દોડીને પાસ આવો, સમાવીશ તમને દિલમાં,
"મુરલી" તમને વસાવીશ, મારા પ્રેમ મંદિરમાં.

