STORYMIRROR

Rutambhara Thakar

Romance

3  

Rutambhara Thakar

Romance

પ્રેમનો પ્રસ્તાવ

પ્રેમનો પ્રસ્તાવ

1 min
175

કરું છું પ્રેમ તને એ

કેમ કરી કરુ સાબિત,

તારા પ્રસ્તાવનો સ્વીકારભાવ

એ જ તો મારી નિસ્બત !


તું સ્વીકારે કે ઠુકરાવે એ તારી મરજી,

બાકી તું તારા રસ્તે,

હું મારા રસ્તે એ જ ખરી ગનીમત !


નથી રાખવું અંટસ કોઈ મને એમાં ,

મારા જીવનમાં તું કાયમ,

રહેશે બનીને રુબાયત !


હતું તું જ મારુ સર્વસ્વ ને રહેશે હજીય કાયમ,

 મારી તો છે આખેઆખી તું જ કાયનાત !


જીવી લઈશ જીવવું તો પડશે જ,

પણ મારી જમા પૂંજી રહેશે તુજમાં,

તું જ મારી વિસાત !


કરવો મારા પ્રસ્તાવનો સ્વીકાર કે અસ્વીકાર, 

તારા પર છોડું છું

ફેરવવી છે કરવત કે લાવવી છે બરકત !



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance