પ્રેમની વાતો
પ્રેમની વાતો
પ્રેમની વાતો પ્રેમી જાણે
બાકી બધા અજાણ છે,
કલમની વાતો કવિ જાણે
બાકી બધા અજાણ છે,
લખાણની વાતો લેખક જાણે
બાકી બધા અજાણ છે,
મનની વાતો મનોહર જાણે
બાકી બધા અજાણ છે,
દર્દની વાતો હમદર્દ જાણે
બાકી બધા અજાણ છે,
મોજાની વાતો સમુદ્ર જાણે
બાકી બધા અજાણ છે,
સ્મિતની વાતો હસવાવાળા જાણે
બાકી બધા અજાણ છે,
તારી વાતો હું જ જાણું છું
બાકી બધા અજાણ છે,
મારી વાતો તું જ જાણે છે,
બાકી બધા અજાણ છે.