STORYMIRROR

Seema Pandya

Romance

3  

Seema Pandya

Romance

પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા

1 min
191

વાલમની નજરથી નજર જો મળી,

વિસરાઈ ગઈ દુનિયા ઓતપ્રોત થઈ. 


અધરો જે ના વર્ણવી શકી મનોભવના,

નયનોની વાણી તીર મારી ગઈ. 


ઘાયલ તો એવા થયા કે નવજીવન પામ્યા,

વાલમ તારી બાહોમાં સાત જીવન માલ્યાં.  


  પ્રેમની પરિભાષા શું વર્ણવું;

 કહેતા પહેલા જ કળી જાય, માંગતા પહેલા મળી જાય,

 મનની બોલી મન સમજી જાય હૃદયથી હૃદય મળી જાય. 


દિલનું દર્દ નયનોમાં છલકાય,

એ પહેલા જ ઝીલાઈ જાય. 

એને જ પ્રેમ કહેવાય એને જ પ્રેમ કહેવાય. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance