STORYMIRROR

Pravina Avinash

Inspirational

2  

Pravina Avinash

Inspirational

પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા

1 min
14.2K


વગર પૂછે થાય તે પ્રેમ

કહીને ન કદી થાય પ્રેમ

 

શાને ગાણું ગાવ પ્રેમનું

હળવે માણું સંગીત પ્રેમનું

 

સીમાડા ક્યાં જાણે પ્રેમ

નીલ ગગનના પંખી પ્રેમ

 

સુવાસ ફેલાય પહેલાં પ્રેમની

બકવાસ ઠાલી વાતો પ્રેમની

 

વૃથા વાણી પ્રદર્શન પ્રેમનું

દિલમાં ચિરાગ સદા પ્રેમનો

 

પાવક જ્વાળા જુઓ પ્રેમની

શિતળતા અંગે માણો પ્રેમની

 

માપ તોલ નહોય પ્રેમના

અણમોલ છે કિંમત પ્રેમની

 

વર્ષા તાપથી અલિપ્ત પ્રેમ

સદા જણાય વસંતી પ્રેમ

 

ઝરણાં જેવો પાવન પ્રેમ

નીર જેવો નિર્મળ પ્રેમ

 

જીવનમાં જે પામ્યા પ્રેમ

જીવતર સાર્થક કરે પ્રેમ

 

અનુભૂતિ મૌન અર્પે પ્રેમે

દસ્તક વિધાતા કરે પ્રેમે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational