પ્રેમની લગન
પ્રેમની લગન
બદલાતી આ મોસમમાં તું,
તારો મિજાજ બદલતી લાગે છે,
કદીક તો નજર મેળવીલે સનમ,
મારા દિલના દ્વાર કાયમ ખૂલ્લા છે.
સપનામાં રોજ સતાવે છે તું,
નખરાં કરી તુજને તડપાવે છે,
કદીક તો રૂબરૂ મળી જા સનમ,
મારૂ મન તુજને હરપળ ઝંખે છે.
વાયદા મળવાના તોડે છે તું,
મુજને વાટ જોવડાવીને થકવે છે,
કદીક તો મારી હાલત જાણીલે સનમ,
તારા પ્રેમની લગન મુજને લાગી છે.
તિરછી નજરોથી જોવે છે તું,
ધાયલ હમેશા મુજને બનાવે છે,
કદીક તો દિલમાં ઝાંખી જોઈલે "મુરલી",
મારા દિલમાં તસ્વીર તારી જ છે. .

