પ્રેમની એ અદ્ભૂત ક્ષણોને
પ્રેમની એ અદ્ભૂત ક્ષણોને
પ્રેમની એ ક્ષણોને દિલના શહેરમાં વસાવી લીધી,
એને આનંદ ઉલ્લાસના ખજાનાની ચાવી મે બનાવી દીધી,
પ્રેમની એ સુખદ પળોને હૈયાના કેમેરામાં કેદ કરી લીધી,
જીવવા માટેની એને મે ઉમેદ કરી લીધી,
પ્રેમની એ ક્ષણોને હૈયાની સંદુકમા સંતાડી દીધી,
આમ હતાશાને ઉદાસીને મે દૂર ભગાડી દીધી,
પ્રેમની એ ક્ષણોને હૈયાના બાગમાં રોપી દીધી,
જીવનની તમામ ડોર મે એના હાથમાં સોંપી દીધી,
પ્રેમની એ અદ્ભૂત ક્ષણોને દિલના દરિયામાં વહાવી દીધી,
પ્રીત એની મે મારી આંખોમાં સમાવી લીધી,
પ્રેમની એ અદ્ભૂત ક્ષણોને મે જિંદગી બનાવી લીધી,
બસ નામ એનું સ્મરી મે બંદગી કરી લીધી,
પ્રેમની એ અદ્ભૂત ક્ષણોને હૈયાની કિતાબમાં લખી લીધી,
આમ જિંદગી આખી મે એના નામે લખી દીધી.

