STORYMIRROR

Rohit Prajapati

Inspirational

3  

Rohit Prajapati

Inspirational

પ્રેમાળ

પ્રેમાળ

1 min
777

મન ક્યારેય ના ભરાય એવું એનું લાગણીઓનું હેત,

જોતા જ એનું નિર્દોષ મુખડું ભૂલાય સઘળાં રાગ ને દ્વેષ.


દુનિયાને વિસ્મયથી નિહાળતી આંખોમાં હોય પપ્પા માટે સ્નેહ,

એ સ્નેહના તેજ સામે દુનિયાની બધી વસ્તુ લાગે જાણે નિસ્તેજ.


એના મરક મરક હસતાં હોઠમાં કમળની પાંદડી જેવી કુમળાશ,

ગમે તેવી દ્વિધામાં પણ મનમાં ભરી દે એ અનેરી મીઠાશ.


એની કાલીઘેલી વાતો ઉતારી દે મારો દિવસભરનો થાક,

એની મીઠી કલ્પના ભરેલી વાતો જ લાવી દે સ્મિતની બહાર.


એના નાના પ્રેમાળ હાથોના સ્પર્શમાં લાગે મને સુકુનનો એહસાસ,

પ્રેમાળ મારી દીકરી તો છે મારા જીવનનો આધાર. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational