પ્રેમ
પ્રેમ
હું તારી સામે જોઉં અને આંખોમાં ભીનાશ આવી જાય તો કદાચ પ્રેમ હોઈ શકે,
હું શ્વાસ લઉં અને હૃદય તારું ધબકે તો કદાચ પ્રેમ હોઈ શકે,
હું હસુ અને ખુશીની ઝલક તારા ચહેરા પર અનુભવાય તો કદાચ પ્રેમ હોઈ શકે,
હું અંતરથી રડું અને આંસુ તારી આંખમાં આવે તો તે સાચો પ્રેમ હોઈ શકે.

