STORYMIRROR

Rahul Desai

Romance

4  

Rahul Desai

Romance

પ્રેમ શું છે ?

પ્રેમ શું છે ?

1 min
580

પીધો આખો પ્યાલો મદીરાનો,

પણ કઈ અસર ના થયો,

પણ તારી ભીની આંખો શુ જોઈ,

મને પ્રેમનો નશો ચઢી ગયો.


ખાલી કરી આખીય અત્તરની શીશી,

પણ કઈ અસર ના થઇ,

પણ જ્યારે તારી મુલાયમ ત્વચાને શું સ્પર્શ કરી,

કે મને પ્રેમ ની સુગંધ મુગ્ધ કરી ગઈ.


સ્પર્શ કર્યો છે હજારો લોકોને,

પણ કઈ અસર ના થઇ,

તારા મુલાયમ હાથને શું સ્પર્શ કર્યું,

કે મને પ્રેમની લાગણી આવી ગઈ.


મળી ને ગયા ઘણા લોકો,

પણ કઈ અસર ના થઇ,

પણ જ્યારે તારી મુલાકાત શું કરી,

મને પ્રેમના વિરહની ભાવના આવી ગઈ.


પ્રેમ માટે કોઈ દિવસ,

નિશ્ચિત નથી હોતો,

પણ તને જોવું જેટલીવાર,

એટલીવાર મને પ્રેમનો એહસાસ થઈ ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance