પ્રેમ-પડીકું
પ્રેમ-પડીકું
મને એક સ્ત્રીમાંથી 'માં' બનાવનાર એ મારી દીકરી,
ગર્ભ સંસ્કારથી લઈને આજ દિન સુધી,
મારા સંસ્કારોનું પાલન કરનાર એ મારી દીકરી,
ઢીંગલી રમતા ક્યાં મોટી થઇ ગઈ ખબર જ ના રહી,
નાની ઉંમરે સમજાણી થઇ,
આજે મને સમજાવતી એ મારી દીકરી,
દુનિયાના પ્રેમની તો ખબર નથી સાહેબ,
પરંતુ મારી દીકરીના પ્રેમનો વરસાદ રોજ મને ભીંજવે,
ભણતર હોય કે પ્રભુ ભક્તિ, ભવિષ્યની ભાવિ યોજના,
સફળતાપૂર્વક કરે એ મારી દીકરી,
શબ્દોથી તન-મનને ભીંજવે,
પ્રેમ વરસાવી ઓગળે ને એ મારી દીકરી,
સુંદર-સંસ્કારી ને સુશીલ ત્રણેયનું,
મિશ્રણ મળે એ મારી દીકરી,
અંતરમાં અંધકાર સર્જાય છતાં જગમાં,
દીવો પ્રગટાવવાનું ના ભૂલે એ મારી દીકરી,
દુઃખીજનની સેવા, વડીલોનું માન-સમ્માન અને,
વચનને જીવનપર્યંત નિભાવે એ મારી દીકરી,
સમાજમાં ગર્વ લઇ શકું અને નિરાંતે જીવી શકું,
ને એવા સુખનું સરનામું એ મારી દીકરી,
મારા સપના પૂરા કરવા ને મને ખુશ જોવા,
દર્દની દરેક હદ પચાવે, એ મારી દીકરી,
સૌભાગ્યના સિહાંસન પર બેઠાનું સુખ,
આજ મને થાય ને એ મારી દીકરી,
શબ્દોથી નહિ, સ્નેહથી ભીજાવું છે આ સુખમાં,
મારી દીકરીની દરેક સફળતામાં, એના દરેક સુખમાં,
એની ખુશીમાં ને એના જીવનમાં.
મારી જ બીજી હૂબહૂ છબી એટલે મારી દીકરી.
