STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

પ્રેમ પદારથ.

પ્રેમ પદારથ.

1 min
26.8K


પ્રેમ પદારથ સૌથી મોટો જાણે એ તો માણે રે.

ઉર થકી ઉદભવતોને ખરચે ન મળતો નાણે રે.


ભલભલાને ભૂલાવતો સમર્પણ એની ભાષા રે

ખોટ નફાનો ના હિસાબ પામવાની હો આશા રે.


નયન થકી એ નીકળનારો ઉર વીંધીને જંપે રે.

ગુમાવવા ગરજવાન ઝંખતનારો એ ટંકે ટંકે રે.


નાત જાતના ના હોય સીમાડા વણથંભ્યો વ્હેતો રે

અદ્રશ્ય તોય અનુભવાતો પ્રેમીજન પામી રહેતો રે.


અંતર જેનું આચ્છાદિત નવનીત કઠણ લાગે રે.

લાખ લાલચ તજીને એ નિજજનને બસ માગે રે.


વળે કદી જો હરિ કેરા રસ્તે પરમ પામી રહેતા રે.

ભવરોગ ટાળી અનાયાસે ઇશને સર્વસ્વ કહેતા રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational