STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance

3  

Heena Pandya (ખુશી)

Romance

પ્રેમ છે તો કળી લે હવે.

પ્રેમ છે તો કળી લે હવે.

1 min
967


પ્રેમ છે તો કળી લે હવે,

મોહમાં તું ભળી લે હવે,


સ્હેજ છૂટી રહી લાગણી,

હાથ લખવા સળી લે હવે,


મ્હેક ભીની લઈને પછી,

શ્વાસમાં તું ચળી લે હવે,


આવશે ના ઝરુંખે પવન,

તું જઈને મળી લે હવે,


ઉંબરે નામ મારું જપી,

બારણે થી વળી લે હવે,


વાયદા તેં કર્યા છે ઘણાં,

ઝટ હૃદયમાં ભળી લે હવે,


દૂર કરવા ખુશી દર્દને,

આ ખભા પર ઢળી લે હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance