STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

3  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

પ્રેમ છે દોલત અમૂલી

પ્રેમ છે દોલત અમૂલી

1 min
155

આ અબોલા પીડતા, ના સેવશું તો મોજ છે,

માન ને અપમાન ગળતાં ચાલશું તો મોજ છે,


વાદ સઘળા વેગળા કરતાં જશું ભાઈ આપણે,

મન તણી મીઠાશ કળવા લાગશું તો મોજ છે,


વેણ કડવા ડંખતાં, દેશું ત્યજી કાયમ ઉભય,

નેહ ઝરતી વાક રૂડી, બોલશું તો મોજ છે,


પ્રેમ છે દોલત અમૂલી, શાનમાં સમજી જશું,

જાળ નફરતની સકલ પણ કાપશું તો મોજ છે,


છે ક્ષમા અણમોલ આભૂષણ, કરીશું માફ પણ,

સાચવી સંબંધ રૂડા ! ફાલશું તો મોજ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational