Rajeshri Thumar

Romance

3.9  

Rajeshri Thumar

Romance

પ્રેમ-બાજી

પ્રેમ-બાજી

1 min
31


એવી નજરો મિલાવી તમે, પળભરમાં દિલ હારી બેઠા,

અજીબ છે આ પ્રેમબાજી.


ન ઓળખતા, ન પારખતાં,

બન્યા મહેમાન તમે મારા દિલના.


નયનોની આતુરતા સ્પશીઁ ગઈ,

પ્રેમની પરિભાષા શબ્દોમાં છતી થઈ,

અજીબ છે આ પ્રેમબાજી.


તીર ચલાવ્યું શબ્દો તણું,

ને કર્યું ઘાયલ મારું દિલ.


તમે પણ ખોવાયા છો મારા ખ્યાલોમાં,

વિશ્વાસ છે એટલો તો મારી મહોબ્બતમાં,

અજીબ છે આ પ્રેમબાજી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance