STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

પ્રેમ અપરંપાર

પ્રેમ અપરંપાર

1 min
386

એક દિવસની વાત,

થયું નવલું પ્રભાત,

તારૂં ને મારૂં મિલન,

એ જ થઈ બહું મોટી વાત !!


શુભ ઘડીની વાત,

મળ્યાં સૌનાં સાથ,

સાતફેરાની થઈ વાત,

નવી જિંદગીની થઈ શરૂઆત !!


દિવસો ગયાં વીતતાં,

પ્રેમનો મળ્યો પ્રવાહ,

પરિવારનો કર્યો વિચાર,

ખિલખિલાટ કરતું નાનું એ બાળ !!


પરિવાર વધ્યો છે મારો,

બન્યાં અમે માવતર આજ,

જવાબદાર થવું પડશે સાથ,

મારે પણ કરવો પડશે વિચાર !!


આપીશ મારો વ્હાલભર્યો હાથ,

તું રાખજે સંતાનની ભાળ,

તું છે મારી ફરજ ને...

સંતાન છે આપણાં કાળજાની કોર !!


એક નાનકડો પરિવાર,

એમાં છે અખુટ પ્યાર,

ના કદી ખૂટે એ વ્હાલ....

બસ હોય એમાં પ્રેમ અપરંપાર !!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama