પ્રભુને જગડતાં
પ્રભુને જગડતાં


તમે જાગો તો તમને લાડ લડાવું મારા શ્યામ
હૈયામાં રાખ્યો સ્નેહ અપાર,
હૈયાના આસને ન મખમલી ગાદી,
માણેક કે મોતી નથી ફુલડાના છત્તર,
ખાલી સ્નેહની ગાદી પાથરું મારા શ્યામ,
હૈયામાં રાખ્યો સ્નેહ અપાર,
ભોગમાં નથી છપ્પનભોગ,
મેવા કે મિષ્ટાન નથી, છે ખાલી સ્નેહનો ભોગ,
ખાલી માખણ-મિસરી ધરાવું મારા શ્યામ,
હૈયામાં રાખ્યો સ્નેહ અપાર,
ભોજનમાં ના મથુરાના છપ્પનભોગ,
મેવા કે મિષ્ટાન નથી, છે પાનના બીડલા,
ખાલી પૌઆ જમાડું મારા શ્યામ,
હૈયામાં રાખ્યો સ્નેહ અપાર,
ના વૃંદાવનના દહીંથરા
ગોરસ કે છાશ નથી છે દૂધને દહીં,
કઢીયેલા દૂધ પીવડાવું મારા શ્યામ,
હૈયામાં રાખ્યો સ્નેહ અપાર,
ના સ્નેહ નંદબાબા જેવો,
યશોદા કે દેવકી નથી, છે તુજ સેવક સેવિકા,
"નીરવ" લાડ લડાવે મારા શ્યામ,
હૈયામાં રાખ્યો સ્નેહ અપાર.