પ્રાર્થના
પ્રાર્થના


કોરોનાએ કર્યો પેસારો બનીને મહાકાળ,
ન દિધા સમાચાર, ન થઈ કોઈને ભાળ !
ન કોઈ મળે ઈલાજ કે ન દવા કરે કામ,
એળે જઈ રહ્યા વૈજ્ઞાનિકોના પ્રયત્નો તમામ,
સંક્રમણને સાંકળ તોડવીજ રહી આ કાજ,
પુરાવુ પડ્યું આજ માનવીને ઘરમાં જ !
સરકાર, તબીબો ને પોલીસને દિલથી સલામ,
જાનના જોખમે દિન-રાત કરી રહ્યા કામ !
હાથે કરીને વ્હોરી માનવીએ મુશ્કેલી તમામ,
કુદરત વિરોધી ચાલવાના છે આ પરિણામ,
ઈશ્વરે તો આપી'તી સવલતો,
ને છુટ્ટા હાથે વેર્યુ'તુ વ્હાલ.
મહાસત્તા બનવાની હોડમાં,
માનવીએ કીધી હદ પાર,
હાથમાં નથી આપણા,
થઈ, થાવી ને થાવાકાળ
પ્રાર્થુ ઈશ્વરને તુજને,
કર ફરી જીવન ધબકતું ને ધબકતી ઘટમાળ !
કોરોનાએ કર્યો પેસારો બનીને મહાકાળ,
ન દિધા સમાચાર, ન થઈ કોઈને ભાળ !