STORYMIRROR

Rajeshri Thumar

Inspirational Others Children

4  

Rajeshri Thumar

Inspirational Others Children

પપ્પા છે પ્રભુ

પપ્પા છે પ્રભુ

1 min
400

પપ્પા સ્વરૂપે મેં સાક્ષાત પ્રભુને જોયા છે,

ખુદનું અસ્તિત્વ મારાં નામે વહાવતા જોયા છે,

જવાબદારીની બજારે આરામ વેંચતા જોયા છે,

ખાલી ખિસ્સે પણ દિલ ઉદાર રાખતા જોયા છે,


ઊંઘતી આંખે પપ્પાને ચિંતા કરતા જોયા છે,

મુશ્કેલીઓના ડુંગરો વચ્ચે હિંમતથી લડતા જોયા છે,

દીકરીને ના ભણાવાય, બોલતા ઘણાને સાંભળ્યા છે,

વિરોધના વંટોળ વચ્ચે, કોલેજનું પગથિયું મને બતાવ્યું છે,


મારી ખુશીને પપ્પાના સપના બનતા જોયા છે,

અમીરોના પણ અમીર પપ્પાને મેં અનુભવ્યા છે,

બાળપણથી જ મોંઘીદાટ વસ્તુ લાવતા જોયા છે,

મારી બધી માંગણીઓને ખુશીથી વધાવતા જોયા છે,


મારી નાની મોટી ભૂલોને માફ કરતા જોયા છે,

મારાં ગુસ્સાને પણ સંયમથી પી જતા જોયા છે,

દીકરીના સુખને જ સ્વર્ગ માનતા જોયા છે,

કશું કહ્યા વગર જ પ્રેમ જતાવતા જોયા છે,


વિદાયવેળાએ મજબૂત પપ્પાને ખોબલે રડતા જોયા છે,

કઠણ કાળજે મને વસમી વિદાઈ આપતા જોયા છે,

ઘટાદાર વૃક્ષના છાંયડે જ અમને મોટા કર્યા છે,

અઢળક વિશેષતાઓ સાથે મેં સાક્ષાત પ્રભુ જોયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational