STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

પોલું નહીં

પોલું નહીં

1 min
304

સમજે બધું એ હું કશું બોલું નહીં,

ને ભેદ કોઈ મૌનનો ખોલું નહીં,


અઘરું પડે જો અર્થને પામી જવો,

હું એટલે તો શબ્દને ઠોલું નહી,


ક્યારેક ઈશારો જરી કાફી હશે,

ને બોલને પણ ત્રાજવે તોલું નહીં,


આ ઘાવને પંપાળવો ના પાલવે,

કારણ વિના એને કદી છોલું નહીં,


જો વાંસળી વાગે અને ઘંટ વાગશે,

વાગે છે એ સઘળું અહીં પોલું નહીં,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational