STORYMIRROR

Sunita B Pandya

Thriller

4  

Sunita B Pandya

Thriller

માનો જનમ થયો

માનો જનમ થયો

1 min
279

પહેલીવાર હાથમાં લીધો બાળકને,

અને ચૂમીને ગળે વળગી પડી,

એના પહેલા રુદનથી ઝૂમવા લાગી,

અને માનો જનમ થયો.


આરતીનો મધુર નાદ કાનમાં સંભળાયો,

પંખીઓનો મધુર કલરવ સાંભળ્યો,

સવારે ઘોર ઊંઘમાંથી જાગી,

ઊંઘેલા બાળકને ચૂમીને કામે લાગી,

અને માનો જનમ થયો.


રડતાં બાળકને છાનો રાખવા હજારો કામ મૂકીને દોડી,

વહાલસોયા બાળકને સ્પર્શ કર્યો,

અને માનો જનમ થયો.


લાગણીભીની આંખોથી એક નજર કરી,

અને બાળકના એક સ્મિતથી ચહેરો ખીલી ઉઠયો,

અને માનો જનમ થયો.


બાળકના મોંઢામાંથી પહેલીવાર "મા" શબ્દ સાંભળ્યો,

અને જાણે ભગવાને વરદાન આપીને "તથાસ્તુ" કીધું,

એવો ભાવ થયો અને માનો જનમ થયો.


બાળક પહેલીવાર દોસ્તો સાથે તકરાર કરીને આવ્યો,

ખરાબ દોસ્તોની સંગતમાં વ્યસન કરીને આવ્યો,

ને સારા નરસાનો ભેદભાવ શીખવાડ્યો,

અને માનો જનમ થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller