પંખ
પંખ
ઉડવા કઈ પાંખની જ જરૂર થોડી છે !
થોડી હિંમત અને હામ પણ જોઈને ને ?
સફરની શરૂઆત સાઇકલથી જ થાય ને !
ગાડી સીધી પહોંચતા થોડી ધીરજ તો જોઈને ને ?
શાંત ઝરૂખે સપના જોવા થોડું એકાંત જોઈએ ને !
હું કહું ને થઇ જાય એમાં માલ ક્યાં ?
વગર કહ્યે વરસી પડે એ વાદળ ક્યાં !
સપનાની પાંખમાં આશાની ઉડાનજ કાફી ને ?’