પનઘટ પર પનિહારી
પનઘટ પર પનિહારી
માથે ચૂનરી પહેરીને
પાણી ભરવા જાતી,
ઠુમક ઠુમક ચાલ ચાલે
ગોરી પનઘટ જાતી,
આજુબાજુ જોતી
ગીતો સુંદર ગાતી,
ઠુમક ઠુમક ચાલ ચાલે
ગોરી પનઘટ જાતી,
વાટ જોતી પિયુની
દૂર દૂર નજર કરતી,
પરદેશથી આવતા પિયુની
આતુરતાથી રાહ જોતી,
ઠુમક ઠુમક ચાલ ચાલે
ગોરી પનઘટ જાતી.

