પિયુ સ્મરણ
પિયુ સ્મરણ
હૈયામાં ઊછળી ગંગા ! ને મીઠી રે વાંસળી વાગી !
રે હું તો ઝબકીને જાગી,
હૈયામાં ચેતન ના મ્હાય,
છૂપો છૂપો રે ઉન્માદ થાય !
હું તો પૂછું સખીરી; કોણ રે આ વૈરાગી ?
રે મારા ઘૂંઘટને લાજ લાગી,
અંધારા ઓરડે થયો ઉજાસ,
છૂપી છૂપીને ખેલે રે રાશ !
હું તો પૂછું સખીરી; કોણ રે આ વૈરાગી ?
રે હું તો ઝબકીને જાગી,
હૈયામાં ઊછળી ગંગા ! ને મીઠી રે વાંસળી વાગી !

