STORYMIRROR

Sheetal Bhatiya

Drama

3  

Sheetal Bhatiya

Drama

પિતાનો અનોખો પ્રેમ

પિતાનો અનોખો પ્રેમ

1 min
254

ગુપ્ત રહેલા સદગુણોનો ભંડાર છે,

 ગંભીર રહેતા એ પિતા !

સંતાનના સપનાને પુર્ણ કરનાર ,

કર્મયોગીની એ તો છે ગીતા !


વિકટ પરિસ્થિતિમાંયે ન થાય,

જરાયે એનો પ્રેમ ઓછો આછો !

જીવનપથ પર સંતાનને,

કદીયે ન પડવા દે પાછો !


પોતાનો વેશ ગમે તેમ રાખશે,

એ તો જાણે દાઢીમાં છૂપાતો સાધૂ !

સંબંધે રંગીન મિજાજે રહી,

પરવરીશમાં કમાલનો કરતો એ જાદૂ!


કદી આરામ ન કરતો આરામથી,

બસ ડગ જ માંડતો કમાણી કરવા હરદમ!

દૂર રહીને પણ અનહદ પ્રેમનો ,

એ તો મધૂરો સૂર સરગમ!


જીવનસંગીની જો અધવચ્ચે,

છોડી પણ દે જો એનો સાથ !

તોયે જવાબદારીમાં ઊભો એકલો અડીખમ,

પિતા જ બાહોમાં ભરી લે બાથ !


ક્યારેક વેદનાથી એ તો ,

છુપાવી લે અશ્રુને પાંપણમાં !

દીકરા- દીકરી માટે ન્યોછાવર,

અઢળક ખજાનો હોય એની થાપણમાં !


માતા હોય જો ,

ઘરનું માંગલ્ય ધામ !

તો પિતા હોય,

એ ઘરના અસ્તિત્વનું નામ !


મૈત્રી, સમાજ ને આખું વિશ્વ ,

સમાયું પિતાની જ છત્રછાયામાં !

ન મળે જો સંપૂર્ણ પિતાપ્રેમ તો,

ભટકી જવાય આ સંસારની જાળ માયામાં!


Rate this content
Log in

Similar gujarati poem from Drama