પિતાના પ્રસ્વેદે
પિતાના પ્રસ્વેદે


પિતાના પ્રસ્વેદે, જળ ભરિત આનંદ દરિયે,
ઊંડા ધીરા વે'તા, સતત સમણાં અંક કરીયે,
હતા નાના જયારે, મન ભરીને પ્રેમ કરતા,
અમે જયારે રોતા, ધરપતીને શાંત કરતા,
હલેસા મારીને, જતન કરતા અંગ ભરીયે,
વહે વેગે સૌના, જીવન ભરના રંગ ભરીને,
દિ યે રાતે જાગી, સતત અમના જંગ લડતા,
વહે વેગે સૌની જીવન નવકા ધન્ય ધરતા,
ઊંડે અંધારેથી અમ હૃદય સંસ્કાર ભરતા,
સુઝાવે જ્ઞાનીને, સરલ કરતા કંટક વત્તા,
વધારે માંગો તો, નયન નીરખી પ્રેમ કરતા,
ચ ખાતા કે પીતા, સ્વજન સૌવને સાથ લઈને,
વિખાતા ભાંડુને, સમજ દઈને એક કરતા,
ન રાતે કે દી'યે ભજન ભક્તિ સર્વે જ જનની,
નિશાળે મેલીને, અમ હૃદય સંસ્કાર ભરતા
રખે ને તોફાને, કરકમળથી શાંત કરતા,
વિચારે વેગેથી, અમ તણી વળી વાત કરતા,
કહે રાતે વાતો, મંગલમય ને મૃદુ સરખી,
બતાવે તારા ને, જગ નભ અને વિશ્વ મધ્યે,
પિતાના પ્રસ્વેદે, જળ ભરિત આનંદ દરિયે.