STORYMIRROR

Hiten Patel

Inspirational

4  

Hiten Patel

Inspirational

પિતાજી

પિતાજી

1 min
165

રે પ્રભો ! શા, સુંદર મૂર્તિ ને ઈ શિલ્પી છો પિતાજી,

મીઠા ભાવે, પરમ હૃદયી તેજીલા તે પિતાજી,

માળી તમે ઉજ્જડ વનને ફૂલડા બક્ષતા રે,

પી ઘૂંટડા, તુમુલ વિષના અમૃત સિંચતા રે.


રે ઘાટી છો, જીવન સરિતા શી ભવ્ય જિંદગીના,

લાંબા પંથે, રસિક પ્રેમથી તે ઘડિયા અમોને,

લાવા પીને, પરમ રસનો ધોધ રેલાવતા જી,

આ સિંધુડે, અડગ હૃદયે ખેલતા સંઘર્ષ રે.


ટીપી ટીપી, મૃણ્મય ઘડતા કાન્ત ને પાવન છો,

આખાયે આ, તિમિર વિશ્વમાં, જ્યોતિનો દીપ બાપુ,

તોફાનો ને, જટિલ જગમાં ઝૂમતા સૈનિક છો,

હૈયે દેતા, પ્રિય વચન ને મીઠડી સંગત રે.


હૈયું જાણે ! ગગન સમું ને ફૂલથી કોમળું છે,

સૃષ્ટિના તે સર્વ હર્તાકર્તા બાપુજી શામળો છો,

રે પ્રભો ! શા, સુંદર મૂર્તિ ને ઈ શિલ્પી છો પિતાજી,

મીઠા ભાવે, પરમ હૃદયી તેજીલા તે પિતાજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational